Update Aadhar card /How To update Mail Id in Aadhar card / આધાર કાર્ડ મા ઈ-મેઇલ આઇ.ડી. કેમ અપડેટ કરવુ ? Stepwise Full Info
Update Aadhar card :
How To update Mail Id in Aadhar card / આધાર કાર્ડ મા ઈ-મેઇલ આઇ.ડી. કેમ અપડેટ કરવુ ? : આધાર કાર્ડમાં તમારું ઈ-મેલ આઈડી અપડેટ અને લિંક કરવા માટે તમારે તમારા શહેરના નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. હવે લગભગ દરેક શહેરમાં આધાર કેન્દ્રો છે.
- આધાર કાર્ડ સાથે અપડેટ કરાવો ઈ-મેલ આઈડી
- કોઈ તમારા આધાર કાર્ડનો નહીં કરી શકે મિસયુઝ
- તરત તમને મળી જશે E-Mail દ્વારા અપડેટ
આધાર કાર્ડ મા ઈ-મેઇલ આઇ.ડી. કેમ અપડેટ કરવુ ?
જો તમે આધાર કાર્ડનો ઉપયોગ કરો છો અને ક્યાંય પણ તમારા આધારનો ઉપયોગ થાય છે અને તેની જાણકારી મેળવવા માંગો છો તો તમે પોતાના આધાર કાર્ડથી ઈમેલ આઈડી જોડી શકો છો. આધારના વધતા ચલણથી દુરઉપયોગની ઘટનાઓમાં વધારો થયો છે. સાઈબર ફ્રોડ આધારનો દુરઉપયોગ કરી નાણાકીય છેતરપિંડી કરી રહ્યા છે. છેતરપિંડી માટે પણ આધારનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે તમારે તમારા આધારનો ક્યાંય પણ ઉપયોગ થવા પર તે સમયે જાણકારી મળી શકે છે. આ માટે તમારે આ કામ કરવું પડશે.

How To update Mail Id in Aadhar card
UIDAIનું કહેવું છે કે જો આધાર ધારક પોતાના ઈ-મેલ આઈડીને આધાર સાથે લિંક કરે છે તો તેમને ઘણો ફાયદો થશે. ક્યાંય પણ ઉપયોગ કરવા પર આધાર નંબર જ્યારે પણ પ્રમાણિત થશે તો તે સમયે યુધરને તેની જાણકારી મળી જશે. ક્યાંય પણ આધારનો ઉપયોગ કરવા પર તેને ઓર્થેંટિકેટ કરવામાં આવે છે. ઈ-મેલ આઈડીના આધારથી લિંક થવા પર તે સમયે ઈ-મેલ પર મેસેજ આવશે.
આધાર- ઈ મેઇલ લીંક
UIDAI એ ટ્વીટ કર્યું છે કે તમારે તમારા ઈ-મેલ આઈડીને આધાર કાર્ડમાં અપડેટ કરવા અને લિંક કરવા માટે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. આજકાલ લગભગ દરેક શહેરમાં આધાર કેન્દ્રો છે. ત્યાં નવા આધાર બનાવવા અને અપડેટ કરવા સહિતની તમામ કામગીરી કરવામાં આવે છે. તમને તમારા નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી https://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર મળશે.
તમારા આધારને કરો અપડેટ
UIDAIએ હવે આવા લોકોને તેમના આધાર કાર્ડની તમામ વિગતો અપડેટ કરવાની સલાહ આપી છે. જેમનું યુનિક આઈડી 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને તેઓએ આ સમયગાળા દરમિયાન તેને ક્યારેય અપડેટ કર્યું નથી. UIDAIએ આધાર કાર્ડ ધારકોને ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સાથે સંબંધિત દસ્તાવેજો અપડેટ કરવાની પણ સલાહ આપી છે.
તમારા ઈમેલ આઈડીને આધાર કાર્ડ સાથે ઓનલાઈન અપડેટ કરવાના અને વેરીફાઇ કરવાના સ્ટેપ
- સ્ટેપ 1: તમારા આધાર નંબર અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલેલા OTPનો ઉપયોગ કરીને સેલ્ફ-સર્વિસ પોર્ટલ (SSUP) માં લૉગ ઇન કરો.
- સ્ટેપ 2: એવા ફીલ્ડ્સ પસંદ કરો કે જેમાં ઉમેરણ અથવા અપડેટની જરૂર હોય (આ કિસ્સામાં, તે તમારું ઇમેઇલ સરનામું હશે).
- સ્ટેપ 3: ફીલ્ડ માટે ડેટા ભરો.
- સ્ટેપ 4: ફોર્મ સબમિટ કરો.
- સ્ટેપ 5: એક URN જનરેટ થશે.
- સ્ટેપ 6: તમે URN પ્રાપ્ત કર્યા પછી, BPO પસંદ કરો જે તમારા અપડેટની સમીક્ષા કરશે.
- સ્ટેપ 7: મૂળ દસ્તાવેજ (સાબિતી માટે) સ્કેન કરો અને તેને જોડો.
- સ્ટેપ 8: એકવાર તમારી બધી વિગતો સબમિટ થઈ જાય, પછી તમે તમારી વિનંતીની સ્થિતિને ટ્રૅક કરવા માટે URN નો ઉપયોગ કરી શકો છો.
- સ્ટેપ 9: તમે ઉમેરેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ એડ્રેસ ચકાસવા માટે, https://resident.uidai.gov.in/verify-email-mobile તપાસો.
આ પણ વાંચો: LAP TO SAHAY YOJANA
આધાર કાર્ડ અપડેટ અગત્યની લીંક
આધાર કાર્ડ સેન્ટર તમારા શહેરમા સર્ચ કરો | અહિં ક્લીક કરો |
આધાર કાર્ડ અપડેટ લીંક | અહિં ક્લીક કરો |
Rojgar update હોમ પેજ | અહિં ક્લીક કરો |
આધાર કાર્ડ અપડેટ કરવા ક્યા જવુ પડશે ?
તમારા શહેરના આધાર સેન્ટર પર
No comments:
Post a Comment