JOIN WHATSAPP GROUP

Search This Website

Saturday, October 29, 2022

લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા: પર્યાવરણ જાળવણી સંકલ્પ સાથે આ પ્રકૃતિ યાત્રાને યાદગાર બનાવીએ

લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા: પર્યાવરણ જાળવણી સંકલ્પ સાથે આ પ્રકૃતિ યાત્રાને યાદગાર બનાવીએ

લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા: આમ તો આ શબ્દ લોકબોલીમાં ખૂબ લાડથી અને પુરા ભક્તિભાવથી ” પરકમ્મા ” તરીકે બોલવામાં અને ક્યારેક તો લખવામાં પણ આવે છે. આ પરકમ્મા એટલે પરિક્રમા અને એટલે પ્રદક્ષિણા! અને આ શબ્દો જ્યારે યાદ આવે ત્યારે બે ઘટનાઓ જે બચપણથી જ મગજમાં ઘુસી ગઈ છે, તે જ યાદ આવે!


પરિક્રમા એ ભારતીય સંસ્કૃતિમાં ધર્મ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. મંદિરોમાં પણ ફરતે એવી ખાસ જગ્યા રાખવામાં આવે છે કે જ્યાં દર્શનાર્થીઓ પ્રદક્ષિણા કરી શકે છે. આ પ્રવૃતિ હિન્દૂ ધર્મ ઉપરાંત બોદ્ધ અને જૈન ધર્મમાં પણ જોવા મળે છે. મંદિરોમાં પ્રદક્ષિણા અંગે પણ કેટલાક ખાસ રિવાજ કે નિયમો કે માન્યતાઓ પણ છે, જેમ કે ડાબેથી જમણી તરફ જ પરિક્રમા થાય છે. ગણેશજીના મંદિરે ત્રણ જ કરવામાં આવે તો શિવમંદિરે અડધી જ કરવામાં આવે છે! જ્યાંથી અભિષેકનું દૂધ કે જળ બહાર નીકળતા હોય તે સ્થાનને ઓળંગવામાં આવતું નથી. આવા મંદિરો સિવાય નદીઓમાં નર્મદાની પ્રદક્ષિણા તો પર્વતોમાં ગિરનાર, શેત્રુંજય અને વ્રજ વિસ્તારમાં ગોવર્ધનની પ્રદક્ષિણાનું તો અયોધ્યા ખાતે સરયું નદી અને ચિત્રકૂટમાં કામદગીરી અને દક્ષિણ ભારતના તિરુવંમલઈ , ઉજ્જૈનમાં ચોર્યાસી મહાદેવ પરિક્રમાનું ધાર્મિક મહત્વ રહેલું છે.


 મારા વતન ધ્રાંગધ્રામાં હું નાનો હતો ત્યારે જોયું છે કે શ્રાવણ માસમાં એક ધૂન મંડળ પણ વહેલી સવારે ” હરિ હરિ બોલ , બોલ હરિ બોલ મુકુંદ માધવ કેશવ બોલ ” ની ધૂન સાથે આખા નગરની પ્રદક્ષિણાએ નીકળતી હતી.



ગુજરાતમાં આવેલ ગિરનાર પર્વત પર ચોર્યાસી નાથોના બેસણા છે તેમ માનવામાં આવે છે. ૩૩૮૩ ફૂટની ઊંચાઈ ધરાવતા આ પર્વતનું ઊંચું શિખર ગોરખનાથનું ૩૬૦૦ ફૂટની ઊંચાઈએ હોવાનું કહેવાય છે. આ પર્વતની આસપાસમાં અનેક બીજા નાના મોટા પર્વત અઢાર જેટલા પર્વતોની શૃંખલા છે. બારેમાસ આ સ્થળે પ્રવાસીઓની આવનજાવન રહેતી હોય છે. સૌથી વધુ તો શિવરાત્રીના મેળામાં અને દિવાળી પછી કહેવાતી લીલી પરિક્રમામાં માણસો ઉમટે છે. પર્વતની આજુબાજુમાં ગાઢ જંગલો છે. અનેક અલભ્ય ઔષધ વૃક્ષ ત્યાં ઉપલબ્ધ છે. વન્યજીવ સૃષ્ટિમાં સિંહોનું ગીર અભ્યારણ પણ ત્યાં જ છે.

  • એક તો પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે તે.
  • બીજી વાત ભગવાન ગણેશજી સાથેની છે તે મુજબ; એક વાર કાર્તિકેય અને ગણેશજી વચ્ચે કોઈ બાબતે રકઝક ચાલતી હતી. બંને ગયા માતા પિતા પાસે. પિતા શિવ ભગવાને ઉકેલ લાવવા માટે કહ્યું કે જે સમસ્ત પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે વહેલા ઘરે આવશે તે જીતશે! કાર્તિકેયજી તો પોતાના વાહન મોર પર બેસીને નીકળ્યા પ્રદક્ષિણા કરવા. ગણેશજીએ ચતુરાઈ વાપરી અને પોતાના માતા પિતા એટલે કે ભગવાન શિવજી અને પાર્વતીજીને એક ઊંચા આસને બેસાડી સાત વખત તેઓની પ્રદક્ષિણા કરી અને કહ્યું કે ” માતા પિતા જ બ્રહ્માંડમાં સૌથી મોટું અને વંદનીય સ્થાન ધરાવે છે તેથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેટલું જ મહત્વ આ પ્રદક્ષિણાનું છે ” કાર્તિકેયજી પરત આવ્યા ત્યારે ગણેશજી તો હાજર જ હતા! તેઓએ પૃથ્વીની પ્રદક્ષિણા એક વાર નહીં પણ સાત વાર કરી હતી! પ્રદક્ષિણાનો આ સંદર્ભ કાયમ મનમાં દ્રઢ થઈ ચૂક્યો છે.

પરિક્રમા કે પ્રદક્ષિણા કે પરકમ્માનો સાહિત્યિક સંદર્ભે અર્થ

ભગવદ્ગોમંડલ પ્રમાણે પરિક્રમા સંસ્કૃત શબ્દ છે. (૧) કોઈ મંદિર કે તીર્થસ્થાનની ચોતરફ ફરવું તે; પ્રદક્ષિણા; (૨) ચક્કર મારવું તે; આમ-તેમ ફરવું તે. (૩) તીર્થ કે મંદિરની ચોતરફ ફરવા માટે કરવામાં આવેલો માર્ગ: બીજો શબ્દ પણ સંસ્કૃત છે પરિક્રામી – પરિક્રામિન – ચોતરફ ફરતું, પ્રદક્ષિણા કરનારું. ત્રીજો શબ્દ છે; પરિક્રાંતિ – ચોતરફ ફરવું તે; પ્રદક્ષિણા. ચોથો શબ્દ છે; પરિગમ – આસપાસ ફરવું તે; પ્રદક્ષિણા. પાંચમો શબ્દ છે પરિગમન પણ છે.




સાર્થ ગુજરાતી જોડણી કોશ પ્રમાણે;

(૧) પરિકમ્મા – સંસ્કૃત શબ્દ પરિક્રમા છે. પરકમ્મા, પરિક્રમણ, પ્રદક્ષિણા (૨) પરિ શબ્દ એક ઉપસર્ગ છે. ‘ ચારે તરફનું ‘ પરિપૂર્ણ એવો અર્થ બતાવે; જેમ કે; પરિક્રમ, પરિગણના. (૩) પરિક્રમ – પરિક્રમણ , અનુક્રમ. (૪) પરિક્રમણ – પ્રદક્ષિણા, આમ તેમ ફરવું તે, (૫) પરિક્રમા – પરિક્રમ , ચક્રગતિ; (૬) પ્રદક્ષિણા – કોઈપણ વસ્તુ કે વ્યક્તિને / દેવ-દેવીની મૂર્તિને જમણી બાજુ રાખીને તેથી આસપાસ ફરવું તે; પ્રદક્ષિણા કરવી / ફરવી તે ; જેવા વિવિધ અર્થો છે.



લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા વિશે માહિતી

ગિરનાર પર્વતની ફરતે છત્રીસ કિલોમીટર લાંબી લીલી પરિક્રમા યોજાય છે. અહીં ” લીલી ” શબ્દનું ઉમેરણ ખાસ પ્રકૃતિ સંદર્ભ ધરાવે છે. લીલી એટલે હરિયાળી! પ્રતિવર્ષ ચોમાસાની ઋતુ બાદ અહીં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે. પર્વતની ચોપાસ લીલી વનરાજી છવાઈ જાય છે. અનેક સ્થળે પર્વત પરથી આવતા ઝરણાઓ મનમોહક બને છે. ઝાડી-જંગલો લીલી છમ બની જાય છે. કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ઢોળાવો, નદીઓ, નાના નાના પુલો, મંદિરો, ઘટાદાર વૃક્ષો, વેલાઓ, નાની મોટી વન્ય જીવ સૃષ્ટિ, પંખીઓનો કલરવ વિ. થી સમગ્ર પર્યાવરણ પ્રકૃતિમય બની જાય છે. 





કારતક સુદ અગિયારસથી પૂનમ એટલે કે દેવદિવાળી સુધી આ પરિક્રમા ચાલે છે. જીવનની અનેક સુખ – સુવિધાઓ ત્યાગીને માત્ર કુદરતના ખોળે વિહરવા માનવીઓ સમસ્ત ભારત અને ગુજરાતભરમાંથી ઉમટી પડે છે. આ લીલી પરિક્રમા ક્યારે શરૂ થઈ હશે તેના વિશે કોઈ આધારભૂત પુરાવાઓ મળતા નથી, પરંતુ ૧૯૨૨ માં બગડુના અજાભગતે શરૂ કરી હોવાનું મનાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પરિવારનો પણ સંદર્ભ આપવામાં આવી રહ્યો છે. ભારતભરમાંથી અનેક સાધુ સંતો આ પરિક્રમા કરવા આવે છે અને પરિક્રમા માર્ગ પર ધૂણો ધખાવી બેસે છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આ પરિક્રમામાં આવતા ભાવિકો માટે ઉતારા અને ભોજનની વ્યવસ્થા કરે છે. વન વિભાગ, પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, મહા નગર પાલિકા, સાધુ સમાજ અને સામાજિક સંસ્થાઓ મળીને આ પરિક્રમાને નિર્વિઘ્ને પૂર્ણ કરાવવા તનતોડ શ્રમ કરે છે.


No comments:

Post a Comment

Featured Posts